દેશમાં રેલવે ટ્રાન્સપોર્ટને સૌથી સુરક્ષિત અને સુવિધાજનક માનવામાં આવે છે. મોટા ભાગના લોકો પરિવહન માટે રેલવેનો ઉપયોગ કરે છે. જેમાં આજે કરોડો લોકોને મુશ્કેલી વેઠવી પડી કારણ કે આજે સવારથી જ IRCTC સાઇટ અથવા એપ દ્વારા ટિકિટ બુકિંગ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોએ ટ્વિટ કરીને રેલવે પાસે આ સમસ્યાના સમાધાનની માંગની પણ કરી છે. IRCTC દ્વારા આ અંગે લોકોને જવાબ પણ આપવામાં આવી રહ્યો છે