ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાના કારણે વાહનોના ટાયરમાં પંક્ચર થવાની સમસ્યા રહ્યાં કરે છે. ઘણી વખત એવા રસ્તા પર આપણે હોઇએ છીએ કે જે રસ્તા પર પંક્ચર કરનાર પણ કોઈ હોતું નથી. પરંતુ આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે એન્ટી પંક્ચર લિક્વીડનો ઉપયોગ કરી શકશો. આ લિક્વીડની મદદથી પંક્ચર બનાવી શકાય છે.
આ લિક્વીડને કાર, બાઇક કે પછી સ્કૂટરના ટાયરમાં ભરવામાં આવે છે. બે પ્રકારે તેને ટાયરમાં ભરવામાં આવે છે. પહેલી પ્રોસેસમાં લિક્વીડને કોઇ ઇન્જેક્શનની મદદતી ટાયરમાં નાંખવામાં આવે છે. બીજી પ્રોસેસમાં નોબથી તેને અંદર દાખલ કરવામાં આવે છે. ટાયરમાં પહોંચ્યા બાદ તે અંદરના આખા એરિયાને કવર કરે છે. જયારે ટાયર પંક્ચર થાય છે. ત્યારે પંક્ચરવાળા ભાગમાંથી આ લિક્વિડ બહાર આવી જાય છે અને સુકાઇ જાય છે. એટલે કે હવા બહાર નિકળતી નથી. આ લિક્વિડને વેચતી અનેક કંપનીઓ 10 હજાર કિ.મી. સુધી આ લિક્વિડ અસરકારક રહી શકશે તેવી ગેરન્ટી પણ આપે છે.
મહત્વનું છે કે, આ પ્રકારના લિક્વિડની કિંમત 500થી શરૂ થઇને 800 અને 1000 રૂપિયા સુધીની હોય છે. ક્વોન્ટિટી અનુસાર તેની કિંમત પણ વધે છે.
ઉલ્લેખનીય છે કે, આ લિક્વીડ ટાયરને પંક્ચરથી બચાવવાની સાથે તેને ઠંડું રાખવાનું કામ પણ કરે છે. આ લિક્વિડમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે, જે ટાયરને કૂલ કરવાનું કામ પણ કરી શકે છે. ખાસ કરીને ગરમીની સિઝનમાં બાઇક અને સ્કૂટરમાં તેનો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે.