ગુજરાતમાં પડેલા વરસાદે અનેક વિસ્તારોને જળમગ્ન કર્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જામનગરના અનેક વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિમાં જોવા મળ્યાં છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર જઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વધરે વિગતે વાત કરવામાં આવે તો, મુખ્યમંત્રીએ જામનગરમાં અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. આ બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.