કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે દેશના હિતમાં 'ભારત જોડો યાત્રા' રદ થવી જોઈએ
કોરોના સંક્રમણનો ડર! સ્વાસ્થ્ય મંત્રીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો
વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને કોંગ્રેસની ભારત જોડો યાત્રા રદ કરવાની માંગ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારત જોડો યાત્રામાં કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો દેશના હિતમાં ભારત જોડો યાત્રાને મોકૂફ રાખવી જોઈએ. આ ઉપરાંત રાહુલ ગાંધીને લખેલા પત્રમાં કહ્યું કે હું ઈચ્છું છું કે તમે સ્વસ્થ અને સુરક્ષિત રહો. તેમણે અપીલ કરી હતી કે રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવે, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવે. માત્ર રસીકરણ કરાયેલા લોકો જ યાત્રામાં ભાગ લે તે સુનિશ્ચિત કરવું જોઈએ.