કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નાગરિકતા સંશોધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું કે ભારતમાં સંસદીય લોકશાહી છે, આ વ્યવસ્થામાં રાજનૈતિક પક્ષોની ભૂમિકા ખુબ વિશાળ છે. આપણી લોકશાહી અને બંધારણની વિભાવના એવું કહે છે કે સંસદીય લોકશાહીમાં રાજકીય પક્ષોને પોતાની વિચારધારા હોઈ શકે છે. આ વિચારધારા મુજબ પોતાના કાર્યકર્તાઓનું ઘડતર થાય છે અને ઘડાયેલા કાર્યકર્તા વિચારધારાની સ્વીકૃતિ માટે લોકમત કેળવે છે. આ લોકમતને આધારે ચૂંટણીઓ લડી, જીતી અને વીચારધારા મુજબ મેનીફેસ્ટોને પુરા કરવા પ્રતિબદ્ધતાથી કામ કરે છે." તેમણે વિપક્ષની ઝાટકણી કાઢતા કહ્યું કે શું રાજકીય પક્ષોની ભૂમિકા માત્ર ચૂંટણી લડવા અને સત્તા હાંસલ કરવા પૂરતી જ છે...??!! કે આ ઉપરાંત પણ કંઈ છે ? આ ખૂબ ગંભીર મુદ્દો છે.
વધુમાં માંડવિયાએ કહ્યું કે, મારા અનુભવ, વિચાર અને મત પ્રમાણે ચૂંટણી જીતવી કે સત્તા મેળવવી એ રાજકીય પક્ષ માટે એક સાધન હોય છે, સાધ્ય નહિ. એવું સાધન જેના થકી પોતાના પક્ષની વિચારધારા મુજબ રાષ્ટ્રનું અને નાગરિકનું નિર્માણ કરી શકે. કોઈ પણ રાજકીય પક્ષનું એકમાત્ર ધ્યેય 'રાષ્ટ્ર ઉત્થાન' અને 'નાગરિક નિર્માણ' જ હોઈ શકે... વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગરિક નિર્માણની દિશામાં સતત કાર્યશીલ રહે છે. 'સંકલ્પ સે સિદ્ધી' જેવો કાર્યક્રમ ચલાવી દેશના નાગરિકોને ભ્રષ્ટાચાર, ગરીબી, આતંકવાદ જેવા દૂષણોને નાથવા સંકલ્પબદ્ધ કરી રહ્યા છે. 'સ્વચ્છ ભારત' કે 'બેટી બચાવો' જેવા સામાજિક આંદોલનો દ્વારા સમાજમાં રહેલ બુરાઈઓને સમાપ્ત કરવા તેઓ સતત પ્રયત્નશીલ છે. પૂજ્ય બાપુની 150મી જયંતી નિમિત્તે 'ગાંધી 150' જેવો જનભાગીદારીનો કાર્યક્રમ સમગ્ર દેશ અને દુનિયામાં ચલાવી કાર્યાંજલિના પ્રયોગ કરી રહ્યા છે.
નાગરિકતા સંશોધન કાયદોએ કોઈની નાગરિકતા છીનવવા માટે નહિ પણ નાગરિકતા આપવા માટેનો છે. આમ છતાં, વિપક્ષી દળોએ દેશના મુસ્લિમોને ભ્રમિત કર્યા કે ભારતીય મુસ્લિમોને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે કે ભારતમાંથી હાંકી કાઢવામાં આવશે વિગેરે વિગેરે. આ વાતથી સમગ્ર દેશમાં અરાજકતા ફેલાઈ. પરિણામે ભારતની છબી સમગ્ર વિશ્વ સામે ખરડાઈ છે.
વધુમાં તેમણે કહ્યું કે, ભારતની લોકશાહીનો પ્રાણ 'Debate and Dissent' છે. કોઈ પણ વિપક્ષી રાજકીય દળ અલગ મત રાખી શકે, પરંતુ શું હિંસા, અરાજકતા કે ભ્રમ ફેલાવી શકે? દેશના યુવા નાગરિકોને કઈ દિશામાં રાજનીતિ કરતા કરવા છે? આ પ્રશ્નનો જવાબ આજે શોધવો પડશે.