કેન્દ્રીય મંત્રી અમિત શાહ સોમવારે સાંજે તેમના પૈતૃક ગામ માણસામાં સહ પરિવાર પહોંચ્યા હતા અને બહુચર માતાજીના મંદિરે દર્શન અને આરતીમાં સામેલ થયા હતા. જણાવી દઈએ કે તેઓ દર વર્ષે નવરાત્રીના બીજા દિવસે સહપરિવાર માતાજીના દર્શન અને આરતી કરવા માટે આવે છે. નોંધનીય છે કે અમિત શાહના પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે.