દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. એવામાં જ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે હનુમાન અંગે આરોપ-પ્રત્યારોપ કરવાનું શરૂ થઈ ગયું છે. મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલનો એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું હતું કે, જુઓ આ ચૂંટણી હનુમાનભક્ત કેજરીવાલનું સત્ય.. જે હાથથી ચપ્પલ ઉતાર્યા, એ જ હાથથી હનુમાન દાદા પર ફુલોની માળા ફેંકી..
કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું- ભગવાન સૌને આર્શીવાદ આપે, સૌનું ભલુ કરે
કેજરીવાલે કહ્યું કે, જેવી જ મેં એક TV ચેનલ પર હનુમાન ચાલીસા વાંચી છે, ભાજપવાળા સતત મારી મજાક ઉડાવી રહ્યા છે. ગઈ કાલે હું હનુમાન મંદિર ગયો હતો. આજે ભાજપ નેતા કહી રહ્યાં છે કે મારા જવાથી મંદિર અશુદ્ધ થઈ ગયું. આ કેવું રાજકારણ છે? ભગવાન તો દરેકનો છે. ભગવાન દરેકને આર્શીવાદ આપે, ભાજપવાળાઓને પણ.. સૌનું ભલું થાય