હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 90 સીટો પૈકી ભાજપને 40 સીટો મળી છે. હવે સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર શુક્રવાર સવારે 9:30 વાગ્યે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય સાથે મુલાકાત યોજી રાજીનામું સોંપશે. રાજીનામું સોંપ્યા બાદ તરત જ મુખ્યમંત્રી દિલ્હી માટે રવાના થઈ જશે.
મળતી જાણકારી મુજબ, તેઓ દિલ્હીમાં હરિયાણાના અપક્ષ ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. શુક્રવાર સાંજે પાટનગર ચંદીગઢમાં શપથ ગ્રહણ સમારોહ થશે. શપથ પહેલા ધારાસભ્ય દળની બેઠક થશે. જાણકારી મુજબ, શુક્રવાર સાંજે માત્ર મનોહરલાલ ખટ્ટર મુખ્યમંત્રી પદના શપથ લેશેશ. બાકી મંત્રીઓના શપથગ્રહણ બાદમાં થશે.