પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને રેડિયો પર 'મન કી બાત' દ્વારા સંબોધન કર્યું. 73માં મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે 26 જાન્યુઆરીના રોજ તિરંગાના અપમાનથી દેશ દુ:ખી છે.
તિરંગાના અપમાનથી દેશ દુ:ખી- પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રે અસાધારણ કાર્ય કરી રહેલા લોકોને તેમની ઉપલબ્ધિઓ અને માનવતા પ્રત્યે તેમના યોગદાન માટે સન્માનિત કર્યા. આ વર્ષે પણ પુરસ્કાર મેળવનારા લોકોમાં એવા લોકો સામેલ છે જેમણે અલગ અલગ ક્ષેત્રોમાં ઉત્તમ કામ કર્યું. તેમણે વધુમાં કહ્યું કે આ બધા વચ્ચે દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ તિરંગાનું અપમાન જોઈને, દેશ પણ ખુબ દુ:ખી થયો. આપણે આવનારા સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનો છે. આપણે ગત વર્ષે અસાધારણ સંયમ અને સાહસનો પરિચય આપ્યો. આ વર્ષે પણ આપણે કડક મહેનત કરીને આપણા સંકલ્પોને સિદ્ધ કરવાના છે.