વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક 'મન કી બાત' કાર્યક્રમ દરમિયાન લોકોને ઓમિક્રોન વેરિએન્ટના જોખમ પ્રત્યે ચેતવ્યા હતા. તેમણે કહ્યું કે, આપણે કોરોનાના નવા વેરિએન્ટથી સાવધાન રહેવું પડશે. ઓમિક્રોન પર સતત સંશોધન ચાલુ છે. આપણી સામૂહિક શક્તિ જ કોરોનાને પરાસ્ત કરી શકશે. વૈશ્વિક મહામારીને પરાસ્ત કરવા માટે આપણને અનુશાસનની જરૂર છે. આ ભાવના સાથે જ આપણે 2022માં પ્રવેશ કરવો પડશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ગ્રીસના વિદ્યાર્થીઓ દ્વારા ગાવામાં આવેલા 'વંદે માતરમ'નો ઉલ્લેખ કર્યો હતો અને તેનો વીડિયો પણ બતાવ્યો હતો.
વડાપ્રધાને તમિલનાડુ ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે, 'નભઃ સ્પૃશં દીપ્તમ્' એટલે કે ગર્વ સાથે આકાશને આંબજે. તે ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય પણ છે. મા ભારતીની સેવામાં લાગેલા અનેક જીવન દરરોજ આકાશની આ બુલંદીઓને ગર્વ સાથે સ્પર્શે છે અને આપણને ઘણું બધું શીખવે છે. ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું જીવન પણ આવું જ રહ્યું...