વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા જનતાની સામે પોતાના મનની વાત કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિવિધ ભાગમાં લોકોપયોગી થયેલા કામનો ઉલ્લેખ કરીને લોકોને પ્રોત્સાહિત કરે છે વડાપ્રધાન આ કાર્યક્રમ દ્વારા ઘણી પ્રેરણાદાયી વાતો પણ કરે છે. 24 ઓક્ટોબરે પ્રસારિત થયેલા તેમના મન કી બાતના છેલ્લા એપિસોડમાં વડાપ્રધાને સ્વચ્છ ભારત અભિયાનની ચર્ચા કરી હતી.
મન કી બાતના મહત્ત્વના અંશો
પીએમ મોદીએ કહ્યું, 'હું આજે પણ સત્તામાં નથી અને ભવિષ્યમાં પણ સત્તામાં જવા માંગતો નથી. હું ફક્ત સેવામાં રહેવા માંગુ છું. મારા માટે આ પોસ્ટ માત્ર સત્તા માટે નથી પરંતુ સેવા માટે છે.
પીએમ મોદીએ કહ્યું- આઝાદીમાં તેના આદિવાસી સમુદાયના યોગદાનને ધ્યાનમાં રાખીને, દેશે પણ આદિવાસી ગૌરવ સપ્તાહની ઉજવણી કરી છે. દેશના વિવિધ ભાગોમાં આને લગતા કાર્યક્રમો પણ યોજાયા હતા. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં, જારાવા અને ઓંગે જેવા આદિવાસી સમુદાયોના લોકોએ તેમની સંસ્કૃતિને જીવંત પ્રદર્શિત કરી.
પીએમ મોદીએ કહ્યું- આપણે બધા જાણીએ છીએ કે 16 ડિસેમ્બરે દેશ 1971ના યુદ્ધનું સુવર્ણ જયંતિ વર્ષ પણ મનાવી રહ્યો છે. આ બધા અવસરો પર હું દેશના સુરક્ષા દળોને યાદ કરું છું, આપણા નાયકોને યાદ કરું છું.