વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રેડિયો કાર્યક્રમ (Radio Programme) 'મન કી બાત' (Mann Ki Baat)ના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કર્યા. આ તેમનું 77મું સંબોધન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વાવાઝોડું હોય કે ભૂકંપ કે પછી કોરોના, દેશ મજબૂતીથી લડી રહ્યો છે. કોરોના વોરિયર્સની પ્રશંસા કરતાં વડાપ્રધાને કહ્યું કે, ડૉક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફે પોતાના જીવની ચિંતા કર્યા વગર કામ કર્યું છે. વડાપ્રધાને મોદીએ મન કી બાતમાં ઓક્સિજન ટેન્કર સપ્લાયમાં લાગેલી આપણી સેનાના વખાણ કર્યા. પીએમે કહ્યું કે, સેનાના જવાનો જે કરી રહ્યા છે તે રુટિન કામ નથી. આવી આપત્તિ 100 વર્ષ બાદ આવી છે. હું તેમને સલામ કરું છું.
'મન કી બાત'માં વડાપ્રધાને કોવિડ-19 મહામારીનો ઉલ્લેખ કર્યો. ત્યારબાદ તેઓએ ટાઉતે અને યાસ વાવઝોડું, નાના મોટા ભૂકંપોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેનાથી અનેક રાજ્ય પ્રભાવિત થયા છે. વડાપ્રધાને કહ્યું કે દેશની જનતા તેની સામે પૂરી તાકાતથી લડી. PM મોદીએ રાહત અને બચાવ કાર્યોમાં હિસ્સો લેનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો. આ આપત્તિઓમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અનેક લોકો એવા પણ છે જેમની કોરોનાની બીજી લહેર સામે લડવામાં મોટી ભૂમિકા રહી છે. બીજી લહેરમાં ઓક્સિજનની માંગ અનેક ગણી વધી ગઈ હતી અને તે મોટો પડકાર હતો. મેડિકલ ઓક્સિજનને શહેરથી લઈને અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવો ખૂબ કઠીન કામ હતું. ઓક્સિજન ટેન્કર વધુ ઝડપી ચાલ્યા. નાની ચૂક હોય તો પણ તેમાં મોટા વિસ્ફોટનો ખતરો હોય છે. ત્યારબાદ વડાપ્રધાને ઉત્તર પ્રદેશમાં ઓક્સિજન ટેન્કરના ડ્રાઇવર દિનેશ ઉપાધ્યાયનો અનુભવો જાણ્યા. વડાપ્રધાને દિનેશ સાથે વાત કરીને જાણ્યું કે તેમને કેવા પડકારોનો સામનો કરવો પડ્યો અને તેનો સામનો કેવી રીતે કર્યો.