દશેરાના ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઆજે રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કર્યું. પીએમના 'મન કી બાત' કાર્યક્રમની આ 70મી કડી છે. મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દશેરા સંકટો પર જીતનો પર્વ છે. દશેરા અસત્ય પર સત્યની જીતનો પર્વ છે જ, સાથોસાથ આ તહેવારો સંકટ પર જીતનો પણ ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૈનિકોને વિજયાદશમીની શુભકામાનાઓ પાઠવતાં કહ્યું કે આ વખતે દિવાળીમાં એક દીપક સરહદ પર તૈનાત સૈનિકોના નામે પ્રગટાવશો.
પીએમ મોદીએ ફરી એકવાર કહ્યું કે હાલમાં તહેવારની સીઝન આવવાની છે. આ દરમિયાન લોકો ખરીદી કરશે, તમે ખરીદી દરમિયાન વોકલ ફોર લોકલનો સંદેશ ચોક્કસ યાદ રાખે અને સ્વદેશી સામાનને ખરીદો.
વડાપ્રધાન મોદીએ ખાદીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ખાદી આપણી સાદગીની ઓળખ છે, પરંતુ આપણી ખાદી આજે ઇકો ફ્રેન્ડલી ફેબ્રિકના રૂપમાં જાણીતી થઈ રહી છે. તે બોડી ફ્રેન્ડલી ફેબ્રિક પણ છે.
આ પહેલા, વડાપ્રધાન મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલના માધ્યમથી દેશવાસીઓને પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત સાંભળવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લોકોને કહ્યું હતું કે NaMo કે MyGov એપનો ઉપયોગ કરીને કે 1800-11-7800 પર કૉલ કરીને તમે પોતાના સંદેશાઓને રેકોર્ડ કરીને પોતાના સવાલ અને સૂચન મોકલી શકો છો.
દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન અને તેમની ટીમ તરફથી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર વિચાર અને સૂચન આમંત્રિત કરવામાં આવે છે. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ પીએમ મોદીએ બિહારની ચૂંટણી માટે પોતાની પહેલી રેલીમાં વિપક્ષ અને ખાસ કરીને કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.