વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, જૂન મહિનાના આજે છેલ્લો રવિવાર હોવાથી, સવારે 11 વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યુ હતું. મન કી બાતના 78માં કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ટોકયો ઓલિમ્પિક રમતોત્સવમાં જનારા ખેલાડીઓને, સોશિયલ મીડિયામાં ચિયર ફોર ઈન્ડિયા હેશટેગ સાથે પ્રોત્સાહીત કરવા જણાવ્યુ હતું. તો કોરોના રસી અંગે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં જે ભ્રમણા ફેલાઈ છે તે દૂર કરીને લોકો રસી લે તેવુ વાતાવરણ સર્જવા અપીલ કરી હતી.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આગામી પહેલી જુલાઈએ નેશનલ ડોકટર દિવસ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ દિવસની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. ચોમાસુ ઋતુમાં જળસંચયના કાર્યોને પ્રોત્સાહન આપીને વધુને વધુ માત્રમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી કામગીરી હાથ ધરવા જણાવ્યુ હતું.