વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (28 મે) ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે 'મન કી બાત'નો આ એપિસોડ બીજી સદીની શરૂઆત છે. ગયા મહિને આપણે બધાએ તેની વિશેષ સદીની ઉજવણી કરી. તમારી ભાગીદારી આ કાર્યક્રમની સૌથી મોટી તાકાત છે.
પીએમ મોદીએ કહ્યું, જ્યારે 'મન કી બાત' પ્રસારિત કરવામાં આવી હતી, તે સમયે વિશ્વના વિવિધ દેશોમાં, અલગ-અલગ ટાઈમ ઝોનમાં ક્યાંક સાંજ હતી તો ક્યાંક મોડી રાત હતી. છતાં, મોટી સંખ્યામાં લોકોએ 100મો એપિસોડ સાંભળ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું હતું કે છેલ્લી ‘મન કી બાત’માં કાશી તમિલ સંગમ વિશે વાત કરી હતી. સૌરાષ્ટ્ર તમિલ સંગમની વાત કરી હતી. થોડા સમય અગાઉ વારાણસીમાં કાશી તેલુગુ સંગમ પણ થયું હતું. એક ભારતની મહાન ભાવનાને બળ આપવા માટે દેશમાં આવો જ એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવા સંગમનો આ પ્રયાસ છે.
આ દરમિયાન પીએમ મોદીએ એક ભારત, શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ યુવા સંગમ કાર્યક્રમની ચર્ચા કરતા કેટલાક પ્રતિભાગીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન અરુણાચલ પ્રદેશના વિદ્યાર્થી ગ્યામર ન્યોકુમે પીએમ સાથે વાત કરી અને તેમને સંગમ કાર્યક્રમ પર બ્લોગ લખીને પોતાના અનુભવો શેર કરવાની સલાહ આપી હતી.