વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. ત્યારે પીએમએ ગુજરાતના કચ્છમાં આવેલ બિપરજોય વાવઝોડાને લઈને વાત કરી હતી. પીએમએ કહ્યુ હતુ કે ટીમ વર્કવા કારણે વાવાઝોડાનો સામનો કરવો આસાન રહ્યો તેમજ કચ્છના લોકોએ હિમ્મતથી આવેલ સંકટનો સામનો કર્યો હતો.આ સાથે PM એ આજે જળ સંકટ પર ચર્ચા કરી હતી.
વડાપ્રધાન અજે મન કી બાતના કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિ કરી રહ્યા છે ત્યારે પીએમએ જળ સંકટ પર ચર્ચા કરતા તેમણે કહ્યુ હતુ કે ઉત્તર પ્રદેશના બાંદાના રહેવાસી તુલસી રામ યાદવનો ઉલ્લેખ કર્યો. પીએમે કહ્યું કે તેમણે 40 થી વધુ તળાવ બનાવ્યા. આ તળાવના પાણીનો ઉપયોગ આજે ખેતીમાં થાય છે. તુલસી રામ યાદવે હાપુડમાં લુપ્ત થઈ ગયેલી લીમડાની નદીને પુનર્જીવિત કરી. લોકોના સામૂહિક પ્રયાસોથી નદીઓ ફરી જીવંત બની. વડાપ્રધાનના આ ખાસ કાર્યક્રમે 30 એપ્રિલે 100 એપિસોડ પૂરા કર્યા હતા.