દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'મન કી બાત' ( Maan ki Baat) થકી 74મી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ વખતે પીએમ મોદીએ રેડિયો કાર્યક્રમમાં પાણીના સંરક્ષણ માટે ખાસ ભાર આપ્યો હતો. પીએમ મોદીએ પાણીને પારસથી પણ મહત્ત્વનું ગણાવ્યું હતું. સાથે જ લોકોને પાણીના સંરક્ષણ માટે કામ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, જળ આપણા માટે જીવન અને આસ્થા છે. જળ વિકાસની ધારા છે. પાણી તમામ માટે જરૂરી છે. આ પારસથી પણ વધારે મહત્ત્વપૂર્ણ છે.
પીએમ મોદીના 'મન કી બાત' કાર્યક્રમના અંશો:
-પાણીના સંરક્ષણ માટે અત્યારથી જ પ્રયાસ શરૂ કરવા પડશે. પાણી આપણા માટે પારસ છે.
-જળ આપણા માટે જીવન અને આસ્થા છે. જળ વિકાસની ધારા છે. પાણી તમામ માટે જરૂરી છે. આ પારસથી પણ વધારે મહત્ત્વપૂર્ણ છે.
-પીએમ મોદીએ પાણીના સંરક્ષણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો.
-આગામી દિવસોમાં 'જલશક્તિ અભિયાન'ની શરૂઆત કરાશે. ગામોમાં જળ સ્ત્રોતોની સફાઈ કરવામાં આવશે. તેમાં આવતા અવરોધો દૂર કરાશે.
-પીએમ મોદીએ લોકોને અપીલ કરી કે, જળના સંગ્રહ માટે અત્યારથી જ પ્રયાસ શરૂ કરવામાં આવે. જેનાથી ચોમાસામાં જે વરસાદ પડે તે પાણીનો સંગ્રહ કરી શકાય.
જળ સંરક્ષણ પર ભાર: મન કી બાત કાર્યક્રમમાં જળ સંરક્ષણ પર ભાર આપતા પીએમ મોદીએ કહ્યુ કે, "થોડા દિવસ પછી 22 તારીખે 'વર્લ્ડ વોટર ડે' છે. એક સમય હતો કે ગામમાં કૂવા, તળાવની તમામ લોકો મળીને દેખરેખ રાખતા હતા. હવે આવો જ એક પ્રયોગ તમિલનાડુના તિરુવન્નામલાઈમાં થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશના અગરોથા ગામના બબીતા રાજપૂત પણ જે કરી રહ્યા છે તેમાંથી તમને પ્રેરણા મળશે."
પીએમ મોદીએ કહ્યુ કે, "આજે નેશનલ સાઇન્સ ડે છે. આજનો દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર સી.વી.રામન તરફથી આપવામાં આવેલા 'રમન ઇફેક્ટ' શોધને સમર્પિત છે. આપણે જેવી રીતે બીજા દેશના વૈજ્ઞાનિકો વિશે જાણીએ છીએ તેવી જ રીતે ભારતના વૈજ્ઞાનિકો વિશે જાણવું જોઈએ."