વડાપ્રધાન મોદીનો આજે 106મો 'મન કી બાત' કાર્યક્રમ છે જેમાં તેમણે કહ્યું હતું કે દેશમાં તહેવારોને લઈને ઉત્સાહ છે અને આગામી તહેવારો માટે હું દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું. આ ઉપરાંત તેમણે તહેવારો પર માત્ર સ્વદેશી સમાન ખરીદવાની વાત કરી હતી.
વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં કહ્યું હતું કે ગાંધી જયંતિના અવસરે દિલ્હીમાં ખાદીનું રેકોર્ડ વેચાણ થયું છે તે વોકલ ફોર લોકલ અભિયાનની તાકાત છે. આ ઉપરાંત વડાપ્રધાને તહેવારો પર માત્ર સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલ પણ કરી હતી જેથી તમામ દેશવાસીઓ તેનો લાભ મળી શકે. આ સિવાય પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે તેમણે 580થી રજવાડાઓને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 31મી ઓક્ટોબર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ હોવાથી ખાસ દિવસ છે તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું.
31મી ઓક્ટોબરે કર્તવ્ય પથ પર વિશેષ કાર્યક્રમ યોજાશે- PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે આપણે જાણીએ છીએ કે દર વર્ષે 31મી ઓક્ટોબરે એકતા દિવસ સંબંધિત મુખ્ય સમારોહ ગુજરાતમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે થાય છે. આ સિવાય દિલ્હીમાં ફકર્તવ્ય પથ પર ખૂબ જ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલ આઝાદીનો અમૃત મહોત્સવ 31મી ઓક્ટોબરે સંપન્ન થશે. તમે બધાએ મળીને આને વિશ્વના સૌથી લાંબા સમય સુધી ચાલનારા તહેવારોમાંનો એક બનાવ્યો.