આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા કલાકો બાદ 100મી વખત દેશવાસીઓ સાથે ‘મન કી બાત‘ કરશે. સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ના 100મા એપિસોડનું પ્રસારણ થશે. આ કાર્યક્રમ દ્વારા પીએમ મોદી દેશવાસીઓ સાથે સીધો સંવાદ કરે છે. વિવિધ મુદ્દાઓ પર તેમના મંતવ્યો અને લોકોના પ્રયાસોના ઉદાહરણો લોકો સમક્ષ મૂકે છે. મન કી બાત કાર્યક્રમમાં પીએ મોદી લોકોના સંઘર્ષની વાત કહીને દેશના અન્ય લોકોને પ્રેરણા આપે છે.