વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 82મી વખત મન કી બાત કરી રહ્યા છે. ત્યારે તેમણે સંબોધનમાં પહેલા જ કોરોના સામેની રસીકરણમાં મળેલી સફળતાના અભિનંદન આરોગ્ય કર્મીઓને આપ્યા હતા.
પીએમ મોદીએ સંબોધનની શરૂઆત નમસ્કારથી કરી હતી. તેમણે જણાવ્યુ કે, હું કોટી-કોટી નમસ્કાર એટલે પણ કહી રહ્યો છું, કારણ કે આજે 100 કરોડ રસી ડોઝ પછી, દેશ નવા ઉત્સાહ, નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. અમારા રસી કાર્યક્રમની સફળતા ભારતની ક્ષમતા દર્શાવે છે. 100 કરોડ રસી ડોઝનો આંકડો ચોક્કસપણે મોટો છે. હું મારા દેશની ક્ષમતા, મારા દેશના લોકોથી સારી રીતે વાકેફ છું. હું જાણતો હતો કે, આપણા આરોગ્ય કર્મચારીઓ દેશવાસીઓને રસી આપવામાં કોઈ કસર છોડશે નહીં.