પ્રમુખ જો બાયડેને એક શોક સંદેશ દ્વારા ડો. મનમોહનસિંહના કુટુંબીજનો ગહન આશ્વાસન આપ્યું હતું. તે સંદેશામાં તેઓએ મનમોહનસિંહને એક સાચા અને સફળ રાજપુરૂષ તરીકે બિરદાવતાં કહ્યું, તેઓમાં વ્યૂહાત્મક દ્રષ્ટિ હતી. સાથે તેના અમલ માટે રાજકીય ઈચ્છા શક્તિ પણ હતી. તેઓ ભારત-અમેરિકા-સંબંધોને અસામાન્ય ઉંચાઈ સુધી લઈ ગયા હતા.