પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અર્થવ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ગુરુવારે મુંબઈમાં કહ્યું છે કે, ભાજપને જેના માટે મત મળ્યા તે કામ કરવામાં જ ભાજપ નિષ્ફળ રહ્યું છે... જેની ભાજપએ વોટ માટે ખૂબ ચર્ચા કરી હતી તે કેન્દ્ર અને રાજ્યમાં એક પાર્ટીની સરકારવાળુ મોડલ ફેલ થઈ ગયું છે. મહારાષ્ટ્ર આર્થિક સુસ્તીથી ખૂબ પ્રભાવિત થઈ રહ્યું છે.