નોટબંધી મુદ્દે સંસદીય સમિતિની પુછપરછમાં મનમોહનસિંહે RBIના ગવર્નર ઉર્જિત પટેલની મદદ કરી. સિંહે ઉર્જિત પટેલને કહ્યું કે એવા કોઈ પ્રશ્નનો જવાબ ન આપતા જેનાથી RBI અને તેની સ્વાયત્તતા માટે પ્રશ્નો ઉભા થાય. સૂત્રોના મતે જ્યારે દિગ્વિજયસિંહે પુછ્યું કે રોકડ ઉપાડનો પ્રતિબંધ હટાવી લેવાય તો અરાજકતા ઉભી થશે ? ત્યારે મનમોહનસિંહે પટેલને સમજાવ્યું કે તમારે આ પ્રશ્નનો જવાબ ન આપવો જોઈએ.