સુપ્રીમ કોર્ટમાં સોમવારે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ સિસોદિયા તરફથી દાખલ કરવામાં આવેલી જામીન અરજીને નામંજૂર કરી દીધી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની પીઠે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સિસોદિયા સામે તપાસ કરાઈ રહેલા કેસ પર ચુકાદો સંભળાવ્યો છે.