દિલ્હી લિકર પોલીસી મામલે પૂછપરછ દરમિયાન સહયોગ ન કરવા બદલ રવિવારે CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. હવે પોતાની ધરપકડના વિરોધમાં સિસોદિયાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસને આ મામલે જલ્દી સુનાવણી કરવા વિનંતી કરી હતી. જેના પર CJIએ કહ્યું કે, તેઓ હાઈકોર્ટમાં જાય અથવા અન્ય કાયદાકીય વિકલ્પો અપનાવે. જોકે, એડવોકેટ સિંઘવીની વિનંતી પર ચીફ જસ્ટિસે થોડા સમય બાદ સુનાવણી કરવાની વાત કરી હતી.