હિંસાગ્રસ્ત મણિપુરમાં એક મોટા ઉગ્રવાદી સંગઠને શાંતિનો માર્ગ અપનાવ્યો છે, યૂનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રંટ (યુએનએલએફ)એ હથિયારો છોડીને સરકાર સાથે શાંતિ કરારો કર્યા છે. સરકાર અને સંગઠનના નેતાઓ દ્વારા ઘણા સમયથી શાંતિ માટે વાટાઘાટો ચાલી રહી હતી, જેનો આખરે અંત આવ્યો છે. ઉગ્રવાદીઓના સંગઠનના નેતાઓ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બુધવારે શાંતિ કરારો પર સહી કરવામાં આવી હતી. આ અંગેની જાણકારી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી.