મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે બપોરે મોઇરાંગના રહેણાંક વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ બોમ્બ હુમલો (Bomb Attack) કર્યો હતો, જેમાં એક વૃદ્ધનું મૃત્યુ થયું છે અને 5 અન્ય લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા છે. આ હુમલો પૂર્વ મુખ્યમંત્રી મેરેમ્બમ કોઈરેંગ (Former Chief Minister Mairembam Koireng) ના નિવાસસ્થાનના પરિસરમાં થયો હતો, જ્યાં એક રોકેટ વિસ્ફોટ થયો.