મણિપુરની હિંસા માટે 'કેસરિયા પાર્ટી' જવાબદાર છે તેમ કહેતાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહને તત્કાળ પદ ઉપરથી દૂર કરવા અનુરોધ કર્યો છે.
આ સાથે તેઓએ કહ્યું હતું કે, 'આ પૂર્વોત્તર રાજ્ય અત્યારે તો યુદ્ધભૂમિ બની રહ્યું છે. ૧૪૭ દિવસથી મણિપુરના લોકો ત્રાસ વેઠી રહ્યા છે પરંતુ વડાપ્રધાન મોદીને ત્યાં જવાનો સમય નથી મળતો. વિદ્યાર્થીઓની પણ થઈ રહેલી હત્યાના ભયંકર ફોટાઓ જોઈ સમગ્ર દેશને ફરી એકવાર આંચકો આપ્યો છે. હવે તો તે સ્પષ્ટ થઈ ગયું છે કે, મહિલાઓ અને બાળકો આ હિંસામાં નિશાન બની રહ્યા છે.'