રાજ્યમાં છેલ્લા 2 મહિનાથી હિંસા ચાલી રહી છે. સૈન્ય દળો અને અર્ધલશ્કરી દળો સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શનના અહેવાલો પણ છે. વિરોધના કારણોસર પરિસ્થિતિ સુધારવા માટે સૈન્ય દળો દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશનને અટકાવવું પડ્યું છે. આવો જ એક કિસ્સો શનિવારે પણ સામે આવ્યો છે, જ્યાં એક વિસ્તારમાં મહિલાઓની મોટી ભીડે સુરક્ષા દળોને ઘેરી લીધા હતા. આ રીતે ઘેરાયા બાદ સુરક્ષાદળોએ તેમનું સર્ચ ઓપરેશન રોકવું પડ્યું હતું. આ વિરોધને કારણે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમિયાન પકડાયેલા 12 ઉગ્રવાદીઓને પણ છોડવા પડ્યા હતા.