-
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અનાથ બાળકોના હિતાર્થે સેવ ધી ચિલ્ડ્રન સોસાયટી, લંડનને 45 હજાર પાઉન્ડનું માતબર દાન ચેક સ્વરૂપે પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજના હસ્તે અર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે યુ.કે.ના ક્વીન એલિઝાબેથના પ્રતિનિધિ લેફ.સર નિથ ઓલિસા, ઓ.બી.ઇ. ખાસ પ.પૂ. સ્વામીજી મહારાજના દર્શનાર્થે પધાર્યા હતા. તેમણે આનંદ ઉદગારમાં જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી વિશ્વ ફલક પર પ્રસરેલી સામાજીક રચનાત્મક પ્રવૃતિઓની સેવાની સુવાસથી પ્રભાવિત થયો છું. જ્યારે બાળકોની સંસ્થાના ડીરેક્ટરે જણાવ્યું કે અમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આટલું મોટુ પ્રેમભર્યુ દિલથી માતબર દાન મળશે., એમ સદગુરૂ ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું.