કોરોના વાયરસે અમદાવાદમાં સૌથી વધુ હાહાકાર મચાવ્યો છે. શહેરમાં લોકડાઉન હોવા છતા કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે શહેરના મણિનગર વોર્ડને પણ રેડઝોનમાં મુકવામાં આવ્યો છે. તેની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આપી હતી. આ ઉપરાંત વોર્ડ વાઇઝ અધિકારીની પણ નિમણૂંક કરવામાં આવી છે.
વિજય નેહરાએ જણાવ્યુ કે, શહેરમાં લોકડાઉનનું સંપૂર્ણ રીતે પાલન નથી થતું. તેથી આ અધિકારીઓ પોલીસ સાથે સંકલન કરશે અને લોકડાઉનના નિયમોનું પાલન કરવા માટે કામગીરી કરશે. આ અધિકારીઓ આગેવાનેને સંપૂર્ણ માહિતી આપશે. નેહરાએ જણાવ્યુ કે, કોરોનાને લઈ હવે વધારે ગંભીર બનવું પડશે. ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનોને આગળ આવી કોરોનાને લઈ જન જાગૃતિ ફેલાવવા પણ તેમણે અપીલ કરી છે.
જણાવી દઈએ કે, અગાઉ જણાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, અસારવા, બહેરામપુર, દાણીલીમડા, સરસપુર અને ગોમતીપુરને રેડ ઝોનમાં મુકાયા હતા અને હવે મણિનગરને પણ રેડઝોનમાં મુકવામાં આવ્યો છે. તેની સાથે શહેરમાં હવે કુલ 10 રેડઝોન થઈ ગયા છે.