કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાન જઇને વિવાદાસ્પદ નિવેદન કરતાં રાજકારણ ગરમાયું છે. લાહોરમાં એક કાર્યક્રમને સંબોધન કરતા અય્યરે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અય્યરે જણાવ્યું કે ભારતના ભાગલા માટે જિન્ના નહીં પણ ભાજપ જવાબદાર છે. સાવરકર જ ટુ નેશન થિયરીના સમર્થક હતા. હિન્દુ રાષ્ટ્રમાં ભરોસો કરનારા લોકો આજે સરકાર ચલાવી રહ્યા છે.