રાજકોટની મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જ્યુસ પાર્લર પર દરોડાની કાર્યવાહી કરાઇ છે. તેમાંથી 10 જ્યુસ પાર્લરમાંથી આરોગ્યને હાનિ પહોંચાડે તેવો રસ, જ્યુસ, અને ચાસણી મળતાં તેનો નાશ કરાયો છે. કેટલાંક જ્યુસ પાર્લરમાંથી તો ચાસણીમાં જીવતાને મરેલા મકોડા પણ જોવા મળ્યા. આરોગ્ય વિભાગે 10 જ્યુસ પાર્લરમાંથી કુલ 1393 કિલોગ્રામ સડેલી કેરી, 983 લિટર ચાસણી અને રસ તથા 7.5 કિલોગ્રામ પ્રતિબંધિત કલરનો નાશ કરાયો છે. 10 જ્યુસ પાર્લરને સ્વચ્છતા જાળવવા માટે નોટિસ ફટકારાઇ છે.