જૂનાગઢ યાર્ડમાં દરરોજ 6 હજારથી વધુ બોક્સની આવક થઈ રહી છે. ખેડૂતોને બોક્સના રુ. 400 થી 1200ના ભાવ મળી રહ્યા છે. જો કે, પાકી કેરીના કિસ્સામાં બોક્સે રુ. 600થી 1400 ઉપજે છે. યાર્ડના સૂત્રોનું કહેવું છે કે હાલમાં દેલવાડા, ધાવા, ઉના, તાલાળા પંથકમાંથી અને ભેંસાણમાંથી કેરીની આવક ચાલુ થઈ છે.