ચીનમાં કોરોનામાં નવા પ્રકારના વેરિઅન્ટને કારણે થયેલા નુકસાનને જોઈને ભારત સરકાર ખૂબ જ સાવચેતી વર્તી રહી છે. તેને લઇ સમીક્ષા બેઠકો શરુ થયેલી જોવા મળે છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક કરશે. જેમાં, પરિસ્થિતિનો સામનો કરવા અને કોઈ મોટી મુશ્કેલી સાબિત ન થાય તેમજ તેનાથી બચવા માટે એક યોજના બનાવવામાં આવશે. આરોગ્ય પ્રધાને ગઈ કાલે રાજ્યસભામાં ભારતની તૈયારીઓને લઇ નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે, અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.