મીઠાઈની દુકાને હવે ગ્રાહકે મીઠાઈ તાજી છે કે જૂની તે પૂછવું નહીં પડે. કારણ કે હવે તમામ મીઠાઈ વિક્રેતાઓએ મીઠાઈના પેકેટ પર મીઠાઈ ક્યારે બની છે અને ક્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે તે લખવું ફરજિયાત બનાવાયું છે. આવું નહીં કરનાર દુકાનદાર વિરુદ્ધ દંડ અને દુકાન પર તાળા મારવા સુધીની કાર્યવાહી પણ થઈ શકશે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)દ્વારા શુક્રવારે બહાર પડાયેલા આદેશમાં જણાવાયું છે કે 1 ઓક્ટોબરથી આ નિર્ણયનો અમલ ફરજિયાત રહેશે. વારંવાર ખરાબ મીઠાઈ વેચાઈ રહી હોવાની આવતી હતી. આ કારણે આ નિર્ણય લેવાયો છે. મોટા શહેરોમાં મોટા ભાગે પેકેટમાં મીઠાઈ વેચાય છે. પેકેટ પર પણ દુકાનદારે તેના ઉત્પાદન અને વપરાશની તારીખ જણાવવી પડશે.
આ અગાઉ આ આદેશ 1 ઓગસ્ટથી લાગુ થવાનો હતો. પરંતુ મીઠાઈ એસોસીએશને કોરોનાનો હવાલો આપીને તેની તારીખ વધારવાની અપીલ કરી હતી. હવે સરકાર આ દિશામાં આગળ વધવા માંગતી હોવાથી આ આદેશ અપાયો છે.