ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભૂતપૂર્વ ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને મારી નાખવાની ધમકી આપતો ઈમેલ મોકલનાર વ્યક્તિની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનામાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસે ગુજરાતના 21 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થી જીગ્નેશ સિંહ પરમારની અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું કે જીગ્નેશના પરિવારે દાવો કર્યો છે કે તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે, પરંતુ આ દાવાની પુષ્ટિ માટે વધુ તપાસ ચાલી રહી છે.