વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ સાઉથ સુપરસ્ટાર રજનીકાંત ડિસ્કવરી ચેનલના પોપ્યુલર શો ‘મેન Vs વાઈલ્ડ’માં બેયર ગ્રિલ્સની સાથે જોવા મળવાના છે. કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ વાતને કન્ફર્મ કરી છે. શોનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ફોરેસ્ટમાં થઈ રહ્યું છે. શૂટિંગ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બાંદીપુર ફોરેસ્ટમાં આ કાર્યક્રમનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. શૂટિંગ માટે રજનીકાંત અને બેયર ગ્રિલ્સ પોતાના ક્રૂ સાથે સોમવારે મૈસૂર પહોંચ્યા છે. રજ્નીકાંત હાલ પોતાના પરિવાર સાથે એક રિસોર્ટમાં રોકાયા છે. શૉમાં બાંદીપુર વાઈલ્ડ લાઈફ પાર્ક વિશે વાતચીત કરવામાં આવશે. બાંદીપુરની સાથે સુલ્થાન બધેરી રોડ સ્થિત ટાઈગર રિઝર્વમાં પણ તેનું શૂટિંગ કરવામાં આવશે.