Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

માણસ સુખ શોધવા માટે સતત બહારની દુનિયામાં દોડા દોડી કરે છે પરંતુ  સુખ તો માણસના દિલમાં પડેલું છે. આપણી આજુબાજુ સુખની વસંત ખીલી છે. માણસને થોડી પણ ઠેસ પહોંચે તો નિરાશ થઇ જાય છે પરંતુ નિરાશામાં તો આશાનું કિરણ છે. જિંદગીને ભરપૂર ચાહવાથી સુખના દરિયાનું નિર્માણ થાય છે. કોઈકનો વ્હાલ ભર્યો સ્પર્શ અને પ્રેમ ભીનો મીઠો આવકારો રણ જેવી બળબળતી જિંદગીને પુષ્પરૂપી બાગમાં ફેરવી નાખે છે.

બેલ્જીયમ દેશના મહાન લેખક ફિલ બોસમન્સે અનેક લોકોના સુખ-દુ:ખની કથાઓ સાંભળીને ‘give happineshss a chance’ નામે  લખેલ પુસ્તકમાં સુખને એક અવસર આપવાની વાત કરી છે. ફિલ બોસમન્સે કહ્યું છે કે –આપણામાંના મોટા ભાગના માણસો પોતાનો સમય રોદણાં રડવામાં જ વીતાવતા  હોય છે એને એવો અહેસાસ નથી થતો કે ઈશ્વરે આપણને હાથ-પગ અને બુદ્ધી આપ્યાં છે તે સુખી થવા માટે અને બીજાને સુખી કરવા માટે આપ્યા છે. માણસ માત્ર ચમત્કાર છે, પરંતુ એ ચમત્કારને પોતે જ દુર્ઘટનામાં ફેરવી નાખે છે. એ પોતાની શક્તિને ઓછી આંકે છે, લઘુતાગ્રંથી અનુભવે છે. ખરેખર તો માણસને શ્રધ્ધા હોવી જોઈએ કે એના જેવા બીજો કોઈ નથી, કારણ કે ભગવાનને વામણાં માણસો બનાવવામાં રસ નથી. માણસો અજાણપણે પોતાનું અપમાન કરે છે. પોતે જ પોતાને હડધૂત કરે છે. મારી પાસે  જે  કઈ શક્તિ છે એ બીજા કરતાં જુદી છે, અનન્ય છે કે ખાસ પ્રકારની છે એવો ભાવ રાખો તો તરી જાઓ અને અભાવ રાખો તો સુખનો ભાવ ક્યારેય નહી જણાય. 

કુદરતના આંગણે જીવન પસાર કરવાથી મનને શાંતિ મળતી હોય છે પરંતુ આજનો માણસ કુદરતી જીવન જીવવાની કળા ગૂમાવી બેઠો છે તેથી  સવારથી લઈને સાંજ સુધી અનેક સમસ્યાથી ઘેરાયેલો જોવા મળે છે. રોજીદી જિંદગીમાં તો અનેક સુખદ ક્ષણ આવતી હોય તેનો અનુભવ કરી શકતો નથી, કોઈ વિસ્મય દિવસની અનુભૂતિ થતી નથી. સવારથી લઈને સાંજ સુધી સુનમૂન કેમ રહેતો હોય છે તેનો જવાબ આપતા ફિલ બોસમન્સે કહે છે કે, કંટાળાથી માંદા મનવાળા આ લોકો ખીલેલાં પુષ્પો કે કલ્લોલતાં પક્ષીઓ સામે જોતા નથી. કંટાળો દૂર કરવા એ સસ્તા મનોરંજનમાં સરકી પડે છે અને રાતના  ઉજાગરા કરે છે પરિણામે સવારે સુરજમુખી જેવો તાજો સુરજ ઉગે ત્યારે ઘોરતા હોય છે સમયને પણ આપણે શાંતિથી સ્વીકારવો જોઈએ અને સુખથી હર્યાભર્યા થવું જોઈએ.. સમય તો અફલાતુન ચીજ છે, બાળકના પારણાથી લઈને નનામી સુધી પૂરપાટ વેડફી દેવાની વસ્તુ નથી. સમયએ સૂર્યનાં કનક કિરણોમાં સ્નાન કરવાનો અનેરો અવસર છે. શરીરની સ્માર્ટનેસ કરતાં દિલની સ્માર્ટનેસમાં વધારો થાય ત્યારે પવિત્ર ભાવનું સરોવર રચાય છે. ખરેખર ભગવાને  આપણને શું નથી આપ્યું...? કુદરતી   સૌંદર્યને જોવા માટે આપણે આંખ મીંચાણા કરતાં હોઈએ છીએ ત્યારે જીવન સહરાના રણ જેવું બનતા વાર લગતી નથી. ફિલ બોસમન્સએ જીવન સુખી કરવા માટે અને આત્મા સંતોષ મેળવવા માટેનો એક કીમિયો બતાવ્યો છે તેની કેટલીક વાતો:

આપણે મોટે ભાગે નાની -નાની વસ્તુઓ માટે બેધ્યાન હોઈએ છીએ જ્યાં સુધી આપણેએ વસ્તુના  માલિક નથી થતા ત્યાં સુધી આપણેને મજા નથી આવતી. આપણે ખોવાયેલો આનંદની ખોટને વાગોળી છીએ પણ આવનારા આનંદને મોકળા મને સ્વીકારતા નથી  મૈત્રી કરવા ઇચ્છીએ છીએ પણ મિત્રતાનું જીવની જેમ જતન કરતાં નથી. આપણે સમજવું જોઈએ કે આપણે માણસોને ખુલ્લા મને હળવું મળવું જોઈએ નિખાલસ મને વાતો કરવી જોઈએ.

આ આખીયે દુનિયાની દોલત એકલાએ લેવાની કે લુંટવાની નથી હોતી આપણે આપવાનું પણ હોય છે આપણે વિશ્વવિજેતા સિકંદર કે મહાન નેતા કે અભિનેતા અથવા કહો કે શહીદ થવું નથી કારણ કે દરેક માણસોના ભાગ્યમાં આ લખાયેલું નથી હોતું પરંતુ આપણે આનંદથી ભર્યા-ભર્યા માણસો થવાનું હોય છે અને એ આપણા હાથની વાત છે. અતડા, અદેખા અને માણસ સુગિયા રહીશું તો ક્યારેય કશું હાથ નહી આવે. આપણે નિખાલસ દિલથી મૈત્રીના બે હાથ વહાવીને બેસશું તો લોકો આવશે,  આનંદ આવશે, દોસ્તો આવશે અને જીવન જીવવા જેવું લાગશે.

કેટલાક માણસોને એવો વહેમ હોય છે કે અમને કોઈ સમજતું નથી, હંમેશા રાવ-ફરિયાદ કરતાં રહેવું એ એમનો જન્મસિદ્ધ હક છે, પણ એમણે ક્યારેય વિચાર્યું છે કે હું ખુદ કેટલાને સમજું છું? હું જીવનની અવસ્થાને સ્વીકારું છું ખરો? શરીર વૃદ્ધ થાય અને મન જુવાન રહે એ પણ કળા છે. માણસોને નથી જુવાની ભોગવતાં આવડતું કે વૃધ્ધાસ્થાને સુંદર બનાવતાં નથી આવડતું.

એકબીજાની લાગણી ભરી  હુંફની જીવન ઝંખના કરે છે. પ્રેમસ્પર્શ વગરનું જીવન બળબળતા રણ જેવું હોય છે. કોમળતાના પુષ્પો હદયમાં ખીલશે તો દેરક ક્ષણે અનેરો જીવન ઉત્સવ બની રહશે.આપણે માત્ર દોરમાં પોતાના જ ફાયદા જોઈએ છીએ પરંતુ કેટલાક સંબંધોમાં નુકસાન-ફાયદાનો હિસાબ કરવાનો ન હોય, જે દોસ્તી -પ્રેમ છે તેમાં  ભળી જવા માટે સમર્પણની ભાવના કેળવાની હોય છે. ફિલ બોસમન્સે કહે  છે કે, ‘‘તમારા પ્રેમને ત્રાજવે ન તોળો. તમે કેટલો પ્રેમ આપી શકશો, તમે પ્રેમમાં ક્યાં સુધી પહોંચી શકશો એનું માપ કાઢવા બેસી ન જાઓ, પ્રેમ સહજ છે. તકેદારીથી તોલેલો –માપેલો પ્રેમ એ પ્રેમ નથી પણ એ ગણિત અને ગણતરી છે. આમ કરીને તમે આનંદ ગુમાવો છો. આવો પ્રેમ સુખ નથી આપતો .....સહજ પ્રેમએ સોગાત છે. જે તમને માનવસહજ આનંદની ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે પણ એટલું યાદ રાખજો કે –તમારી સંપત્તિ કોઈ અઢળકતાનો અનુભવ નહી આપે, તમે જે માણી શકશો. એ વસ્તુઓ જ  આનંદ આપશે અને માણવા જેવું ક્યાં ઓછું છે? તમે ફૂલને, કોઈકના સ્મિતને કે બાળકોની રમતને  જો માણી શકતા હો તો દુનિયાના શ્રીમંતમાં શ્રીમંત અને સુખથી હર્યા ભર્યા છો.

સફળ જિંદગીની વ્યાખ્યા શું હોઈ શકે? ઘણી વખત માણસ મોંઘી ગાડી ,વૈભવશાળી ઘર, મોંઘ શરીર પર પહેરેલા કપડા અને પૈસાને સુખી જિંદગીના માપદંડ માની બેશે છે, સુખી માણસો કોણ છે તેનો જવાબ આપતા ફિલ બોસમન્સ ક્હે છે, ‘‘માનવીના સુખનું ઊંડામાં ઊંડું રહસ્ય શું છે એની હું તલાશ કર્યા કરું છું. સુખ કદાચ પૈસા, વૈભવ, માલ મિલકત, નફો મહેફિલો, મજલિસો, ઉત્તેજનાઓ કે આરામમાંથી મળતું હશે, ના આ બધા સુખના કારણ હોવાનું હું માનતો નથી. મેં તો જોયું છે કે સાચા સુખી માણસો ભીતરની સલામતી અને અનન્ય સરળતા અનુભવતા હોય છે. એમની પાસે હોય છે નાની નાની વસ્તુઓનો સહજ આનંદ. આવા સુખી માણસોમાં મેં કોઈ દિવસ અજંપો કે વાસનો રઘવાટ ભર્યો રઝળપાટ જોયો નથી. પોતાની મહત્તા વિશેની કોઈ વાસના નથી હોતી અને મોટે ભાગે એમની પાસે હાસ્યનું અદભૂત ઔષધ હોય છે’’ 

જીવન તરફ દેખો, કેટલું રમ્ય છે, ‘‘ સૌમ્યતાથી ભરેલું છે. ફિલ બોસમન્સ કહે છે, અય્ દોસ્ત સુખી થવા માટે તારા સમયનો સદુપયોગ કર, તું પોતે જ જીવતો જાગતો ચમત્કાર છે, તારા સમોવડિયું કોઈ નથી, તું અનન્ય છે, તારું સ્થાન કોઈ લઇ શકે તેમ નથી, એ વાતને તેં કદીયે જાણી છે ખરી તને કેમ કોઈ અચંબો નથી થતો? તું કેમ તારા પર ખુશખુશાલ કે વિસ્મયથી ફાટફાટ થતો નથી અને બીજાઓ વિશે પણ કેમ ઓવારી જતો નથી. આ બહુ સહજ છે, દેખીતું છે કે તું જીવતો છે  કે તું પળેપળેને જીવી શકે છે. માણસ પોતે જ હાલતો ચાલતો ચમત્કાર છે, તારી બરોબરી કરી શકે એવું કોણ છે? માણસ પોતે જ ઝળહળતો  દીવો છે.’’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ