ગાંધીનગર કલેક્ટર કચેરી બહાર એક અજાણ્યા ઇસમે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. બપોરના સમયે કલેક્ટર કચેરી ખાતે એક વ્યક્તિ શરીર પર કેરોસીન છાંટીને પહોંચી હતી અને ન્યાય આપોની બુમો પાડવા લાગી હતી. આ ઈસમ પોતાના શરીરને આગ ચાંપે તે અગાઉ જ ત્યાં હાજર સુરક્ષા જવાનોએ તેને ઝડપી લીધો હતો. તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.