અમદાવાદ શહેરમાં રવિવારની મોડી રાત્રે મેઘાણીનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. સીસીટીવીમાં કેદ થયેલા એક અજાણ્યા શખ્સે મેઘાણીનગર વિસ્તારમાં આવેલા મહારાજ નામના પાન પાર્લરમાં આગ ચાંપી દીધી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જાહેર માર્ગ પરની આ ઘટનાથી પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉભો થયો છે.