તાજેતરમાં ઉત્તરાખંડની સૃષ્ટિ ગોસ્વામી (Uttrakhand Srushti Goswami) નામાની એક વિદ્યાર્થિનીને એક દિવસ માટે રાજ્યની મુખ્યમંત્રી (Chief Minister) બનાવવામાં આવી હતી. 24 જાન્યુઆરીએ બાલિકા દિવસ પર સૃષ્ટિ એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બની હતી. આ દરમિયાન વિધાનસભામાં બાળ વિધાનસભાનું પણ આયોજન કરાયું હતું. બીજી તરફ ગુજરાતમાં એક વ્યક્તિએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy CM Nitin Patel)ને ફોન કરીને તેમને એક દિવસ માટે મુખ્યમંત્રી (Chief Minister) બનવું છે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, આ વ્યક્તિએ નીતિનભાઈ પટેલને આ માટે સીએમ વિજય રૂપાણીને વાત કરીને તેમની મંજૂરી લેવાની વિનંતી પણ કરી હતી.