કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસે આખા દેશને હચમચાવી નાખ્યો છે. કેટલાય લોકો તેની તુલના નિર્ભયા કેસ સાથે કરી રહ્યા છે. આ જઘન્ય કાંડમાં મુખ્ય આરોપી સંજય રોય પકડાઈ ચૂક્યો છે. પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનરજીએ એલાન કર્યુ હતું કે જો આગામી રવિવાર સુધી પોલીસ કેસ નહીં ઉકેલે તો તે પોતે કેસ સીબીઆઈને સોંપશે.