પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં કેન્દ્રીય દળોની તૈનાતી જળવાઈ રહેશે. આ સિવાય રાજ્ય સરકારે ઉશ્કેરણીજનક ભાષણો પર નિયંત્રણ લાવવાની જરૂરિયાત છે તેમ કલકત્તા હાઈકોર્ટે મમતા સરકારને નિર્દેશ આપ્યા છે. બીજીબાજુ મમતા સરકારે કબૂલ્યું હતું કે, હિંસાના દિવસે અંદાજે ૧૦,૦૦૦ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ઉશ્કેરાયેલી ભીડે પોલીસની પિસ્તોલ પણ આંચકી લીધી હતી