વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં કેન્દ્રીય દળોની ૧૫ કંપનીઓ તૈનાત કરીને ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
આવતીકાલના મતદાનને ધ્યાનમાં રાખીને મતદાન મથકથી ૨૦૦ મીટરના અંતરમાં સીઆરપીસીની કલમ ૧૪૪ અમલમાં મૂકવામાં આવી છે. દક્ષિણ કોલકાતામાં આવેલ ભવાનીપુર બેઠકની પેટા ચૂંટણી માટે તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મુખ્યપ્રધાન મમતા બેનર્જી છે. જ્યારે ભાજપે તેમની સામે પ્રિયંકા તિબરેવાલને અને સીપીઆઇ(એમ)એ શ્રીજીબ વિશ્વાસને ટિકિટ આપી છે.