પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વીડિયો મેસેજ જાહેર કરીને તૃણમૂલ કોંગ્રેસના (TMC)નેતાઓેને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. મમતા બેનરજી બુધવારે નંદીગ્રામમાં થયેલા કથિત હુમલા પછી કોલકાતાની હોસ્પિટલમાં ભરતી છે. વીડિયોમાં સીએમ મમતાએ કહ્યું કે તેમના માથામાં અને પગમાં ઘણું દર્દ છે.
ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના ટ્વિટર હેન્ડલથી જાહેર કરેલ એક વીડિયોમાં મમતાએ કહ્યું કે હું મારા ભાઇઓ-બહેનોને શાંત રહેવાની અપીલ કરું છું. એ સાચું છે કે કાલે મને ઇજા થઇ હતી. મારા પગ, હાથ અને ઘૂંટણમાં ઇજા થઈ છે. લિગામેંટ્સ ડેમેજ થયું છે. કાલે હું પોતાની ગાડીના બોનેટ પર ઉભી થઈને લોકોનું અભિવાદન કરી રહી હતી ત્યારે પાછળથી ધક્કો લાગ્યો હતો. જેના કારણે હું પડી ગઈ અને ઇજા પહોંચી છે.