પશ્ચિમ બંગાળમાં ગઈ કાલે થયેલી હિંસા બાદ ચૂંટણી પંચે કડક વલણ અખત્યાર કર્યુ છે. ચૂંટણી પંચે 9 લોકસભા મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકી દીધો છે તો સાથે બે ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ પણ આપી દીધા છે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ બંને પક્ષો એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફ્રેન્સ યોજી અમિત શાહ અને PM મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે-ચૂંટણી આયોગમાં RSSના લોકો સામેલ છે. ભૂલ અમિત શાહે કરી અને સજા અમારે ભોગવવાની આવી છે. સાથે જ મમતાએ કહ્યું રોડ શોમાં બહારથી લોકો આવ્યા હતા. મમતાએ કહ્યું-બંગાળનું આ અપમાન લોકો સહન નહી કરે. મમતાએ ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે-ભાજપે ષડ્યંત્ર રચી હિંસા કરાવી છે.
વધુમાં મમતાએ કહ્યું-ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ મોદી હારી રહ્યા છે. મમતાએ કહ્યું અમારી ફરિયાદ પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. મમતાએ કહ્યું-અમિત શાહ બહારથી ગુંડાઓ લઈને આવ્યા હતા.