વિધાનસભા ચૂંટણી બાદ બંગાળમાં વધતા કોરોના કેસ પર આજે મુખ્યમંત્રી મમતા બેનર્જી એ શપથ ગ્રહણ બાદ તત્કાલ સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં બંગાળમાં પ્રતિબંધો લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મમતાએ સમીક્ષા બેઠક બાદ કહ્યું કે, બંગાળના ભાગનો ઓક્સિજન બીજે જઈ રહ્યો છે અને અમે ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજનનો ઉપયોગ કરી રહ્યાં છીએ.
દુકાનોને લઈને નવા નિયમ
તેમણે જણાવ્યું કે, કોરોનાની સ્થિતિ જોતા રાજ્યમાં તમામ સ્પા, પાર્લર, શોપિંગ મોલ બંધ રહેશે, સાથે જાહેર કાર્યક્રમો પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લગ્ન સમારોહમાં પોલીસની મંજૂરી બાદ માત્ર 40 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી શકે છે. તમામ બજારો બંધ કરી દેવામાં આવી છે અને દુકાનોને માત્ર સવારે 7-10 અને સાંજે 5-7 ખોલવાની મંજૂરી હશે.