હાલમાં જ યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ભવ્ય સફળતા મેળવ્યા બાદ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી (Mamata Banerjee) એ આજે ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજભવન ખાતે રાજ્યપાલ જગદીપ ધનખડે તેમને શપથ લેવડાવ્યા.
દેશમાં સૌથી વધુ સમય સુધી સત્તામાં પર રહેનાર મહિલા મુખ્યમંત્રીની વાત કરીએ તો મમતા બેનર્જી અને શીલા દિક્ષિત ઉપરાંત બે મોટા નામ જયલલિતા અને માયાવતીનું પણ છે. બંને ચાર-ચાર વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પરંતુ વર્ષ 2011માં મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં સીપીઆઈ(એમ)ના સતત 34 વર્ષના લાંબા શાસનનો ખાતમો કરીને સત્તા મેળવી હતી. રાજ્યના આઠમા અને પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. હાલની ચૂંટણીમાં પણ ભાજપ તરફથી આકરો પડકાર મળ્યા બાદ પણ મમતા બેનર્જી પોતાની સીએમ પદની ખુરશી બચાવવામાં સફળ રહ્યા.