પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે(27મી ફેભ્રુઆરી) ભાજપ પર આરોપ લગાવ્યો કે, ‘BJP 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીમાં અન્ય રાજ્યોના નકલી મતદારો ઉમેરીને છેડછાડ કરી રહી છે. મમતા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાજ્ય પરિષદમાં બોલતા, બેનર્જીએ દાવો કર્યો કે દિલ્હી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ દ્વારા સમાન યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને નકલી મતદારો લાવીને જીત મેળવી હતી.’